હૈદરાબાદ એન્કાઉન્ટર: CJIનું મોટું નિવેદન, 'બદલાની ભાવનાવાળો ન્યાય પોતાનું મૂળ ચરિત્ર ગુમાવી બેસે છે'
Hyderabad Encounter: આ મામલે હવે ભારતના CJI શરદ અરવિંદ બોબડેએ પણ પોતાનો અભિપ્રાય આપ્યો છે. તેમણે ટિપ્પણી કરતા કહ્યું કે જો બદલાના ઈરાદે કરવામાં આવ્યું હોય તો તે ન્યાય ક્યારેય ન્યાય હોઈ શકે નહીં. જો બદલાની ભાવનાથી કરવામાં આવે તો ન્યાય પોતાનું ચરિત્ર ગુમાવી બેસે છે. CJIએ જો કે સીધો કોઈ ઘટનાનો ઉલ્લેખ ન કર્યો પરંતુ તેમના આ નિવેદનને હૈદરાબાદ એન્કાઉન્ટર સાથે જોડીવામાં આવી રહ્યું છે.
Trending Photos
જોધપુર: હૈદરાબાદ (Hyderabad) માં એક મહિલા પશુ ચિકિત્સકના ગેંગરેપ (Gangrape) બાદ હત્યાના મામલે મહત્વનો વળાંક ત્યારે આવ્યો જ્યારે પોલીસ દ્વારા આ કેસના ચારેય આરોપીઓનું એન્કાઉન્ટર કરી દેવાયું. એન્કાઉન્ટર બાદ જ્યાં લોકોનો એક વર્ગ એવો છે કે આ એન્કાઉન્ટર (Encounter) ના વખાણ કરી રહ્યો છે જ્યારે બીજો વર્ગ આ કૃત્ય પર સવાલ ઉઠાવી રહ્યો છે. આ મામલે હવે ભારતના CJI શરદ અરવિંદ બોબડેએ પણ પોતાનો અભિપ્રાય આપ્યો છે. તેમણે ટિપ્પણી કરતા કહ્યું કે જો બદલાના ઈરાદે કરવામાં આવ્યું હોય તો તે ન્યાય ક્યારેય ન્યાય હોઈ શકે નહીં. જો બદલાની ભાવનાથી કરવામાં આવે તો ન્યાય પોતાનું ચરિત્ર ગુમાવી બેસે છે. CJIએ જો કે સીધો કોઈ ઘટનાનો ઉલ્લેખ ન કર્યો પરંતુ તેમના આ નિવેદનને હૈદરાબાદ એન્કાઉન્ટર સાથે જોડીવામાં આવી રહ્યું છે.
સીજેઆઈએ કહ્યું કે દેશમાં હાલની ઘટનાઓએ નવા જોશ સાથે જૂનો વિવાદ પણ છેડ્યો છે. અપરાધિક ન્યાય પ્રણાલીઓએ પોતાની સ્થિતિ પર પુન:વિચર કરવો જોઈએ તેમાં કોઈ શક નથી અને અપરાધિક મામલાઓની પતાવટમાં ઢીલાશ વર્તવાના વલણમાં પણ બદલાવ આવવો જોઈએ.
જોધપુરમાં રાજસ્થાન હાઈકોર્ટની નવી ઈમારતના ઉદ્ધાટન સમારોહમાં પહોંચેલા સીજેઆઈ એસ એ બોબડેએ કહ્યું કે હું નથી માનતો કે ન્યાય ક્યારેય ઉતાવળમાં કરવો જોઈએ. હું માનું છું કે જો ન્યાય બદલાની ભાવનાથી કરવામાં આવે તો તે પોતાનું મૂળ ચરિત્ર ગુમાવી બેસે છે.
હૈદરાબાદ ગેંગરેપ અને મર્ડરના ચારેય આરોપીઓ માર્યા ગયા
અત્રે જણાવવાનું કે હૈદરાબાદમાં એક મહિલા પશુ ચિકિત્સકના ગેંગરેપ અને હત્યાના એક સપ્તાહ બાદ જ તેલંગણા પોલીસે શાદનગર પાસે એક કથિત અથડામણ (Encounter) માં ચારેય આરોપીઓને ઠાર કર્યાં હતાં. આરોપીઓને ગઈ કાલે શુક્રવારે જે સ્થળે રેપ થયો હતો ત્યાં જ ક્રાઈમ સીન રિક્રિએટ કરવા લઈ જવાયા હતાં. તે વખતે તેમણે પોલીસ પાસેથી હથિયાર છીનવવાની કોશિશ કરી હતી. મહિલા પશુ ચિકિત્સકને 27મી નવેમ્બરના રોજ આ ચારેય આરોપીઓએ પોતાની જાળમાં ફસાવીને ગેંગરેપ ગુજારી હત્યા કરી હતી. ત્યારબાદ મૃતદેહ બાળી મૂક્યો હતો.
જુઓ LIVE TV
એન્કાઉન્ટર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી
આ અગાઉ એડવોકેટ જીએસ મણી અને પ્રદીપકુમાર યાદવે પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવતા સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. તેમણે કોર્ટમાં કહ્યું કે કાર્યવાહી દરમિયાન પોલીસે કોર્ટે વર્ષ 2014માં આપેલા નિર્દેશોનું પાલન કર્યું નથી. અરજીમાં કહેવાયું છે કે એન્કાઉન્ટરમાં સામેલ પોલીસકર્મીઓ વિરુદ્ધ એફઆઈઆર થવી જોઈએ અને તપાસ બાદ કાર્યવાહી પણ કરવી જોઈએ. આ મામલે કોર્ટ સોમવારે સુનાવણી કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે